Whatsapp
Logo
Close

Blog Details

Ashish 02 October 2025

“RBIનો મોટો નિર્ણય : મૃત્યુ પામેલા ખાતેદારના દાવા 30 દિવસમાં સેટલ કરવાના નિયમો”

“RBIનો મોટો નિર્ણય : મૃત્યુ પામેલા ખાતેદારના દાવા 30 દિવસમાં સેટલ કરવાના નિયમો”

RBIના નવા નિયમો : ડેથ ક્લેમ એકાઉન્ટ સેટલમેન્ટ હવે સરળ બનશે

બેંક દ્વારા ગ્રાહકોના પરિવારજનોને વિલંબ વિના નાણાં આપવા પડશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં “Settlement of Claims in respect of Deceased Customers of Banks Directions, 2025” નામે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જો કોઈ બેંક ગ્રાહકનું અવસાન થાય તો તેના પરિવારજનોને એકાઉન્ટનું સેટલમેન્ટ મેળવવા લાંબી કાયદાકીય પ્રક્રિયા કે વિલંબનો સામનો ન કરવો પડે.

મુખ્ય જોગવાઈઓ

નોમિની હોય તો: જો ખાતામાં નોમિની (Nominee) નોંધાયેલ હશે તો બેંકને સીધો જ તે નોમિનીને રૂપિયા આપવા પડશે.

નોમિની ન હોય તો: જો નોમિની નોંધાયેલ ન હોય તો કાયદેસરના વારસદાર પાસેથી સરળ અરજી સાથે દસ્તાવેજ લઈને રૂપિયા આપી દેવા પડશે.

લિગલ હાયર સર્ટિફિકેટ (Legal heir certificate), સુરટી (Surety) કે કોર્ટના ઓર્ડર જેવી મુશ્કેલ શરતો બેંક મૂકી શકશે નહીં.

બેંકોને આ દાવા (ક્લેમ) 30 દિવસની અંદર જ સેટલ કરવા ફરજિયાત રહેશે.

ગ્રાહકોને લાભ

પરિવારજનોને પોતાના પૈસા મેળવવા માટે લાંબી કોર્ટપ્રક્રિયા કે વારસાગત કેસમાં જવું નહીં પડે.

ખાસ કરીને સામાન્ય લોકો માટે આ નિયમોથી મોટો રાહત મળશે.

એકાઉન્ટમાં નાના કે મોટા કોઈપણ બેલેન્સ માટે આ નિયમો લાગુ પડશે.

બેંકોની ફરજ

બેંકે ગ્રાહકોને પહેલાથી જ નોમિનેશન કરવાની સુવિધા સરળ બનાવવી પડશે.

દરેક ખાતેદારને પોતાની વિગતો અપડેટ રાખવા પ્રોત્સાહિત કરવું પડશે.

જો વિલંબ થાય તો બેંકની જવાબદારી નક્કી થશે.

આ રીતે RBIના નવા નિયમો હેઠળ ડેથ ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા ઝડપી, સરળ અને પારદર્શક બનશે.

ઑર્ડર વાંચવા/ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો